ચમોલી: ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલી જિલ્લામાં રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાના કરાણે ઋષિગંગા ઘાટીમાં અચાનક વિકરાળ પૂર આવી ગયું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. જ્યારે 19  લોકોને બચાવવામાં આવ્યા છે. જો કે હજુ પણ અનેક લોકો ગુમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરાખંડ પોલીસે ટ્વીટ કરીને આપી માહિતી
ઉત્તરાખંડ પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે ગઈ કાલે ઘટેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં લગભગ 202 લોકો ગુમ થયા હોવાની સૂચના છે, જ્યારે 19 લોકોના મૃતદેહ અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા છે. શોક અને દુ:ખની આ ઘડીમાં પ્રશાસન તમારી સાથે છે. કૃપા કરીને સહયોગ જાળવી રાખો. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. 


Rishiganga Power Project: વિવાદિત રહ્યો છે ઋષિગંગા પાવર પ્રોજેક્ટ, આજે ઉત્તરાખંડ માટે બન્યો 'શ્રાપ'


DRDO ની ટીમ આજે જશે ઉત્તરાખંડ
DRDO ની એક એક્સપર્ટ ટીમ આજે ઉત્તરાખંડની મુલાકાત લેશે અને ચમોલીમાં અકસ્માતવાળી જગ્યાએ સ્થિતિની સમીક્ષા કરશે. ટીમ આસપાસના ગ્લેશિયરોનો પણ અભ્યાસ કરશે અને જોખમનોની જાણકારી મેળવવાની કોશિશ કરશે. 


PHOTOS: ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યા બાદ જળપ્રલય, તબાહીની તસવીરો જોઈને ધ્રુજી ઉઠશો


સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવાનું કામ ચાલુ
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાની ઘટના પર NDRF ના આઈજી અમરેન્દ્રકુમાર સેંગરે જણાવ્યું કે અકસ્માત બાદ વિભિન્ન એજન્સીઓ કામ કરી રહી છે. અમે કોશિશ કરી રહ્યા છીએ કે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી શકે. જે લોકો સુરંગમાં ફસાયેલા હતા તેમને ITBP દ્વારા સુરક્ષિત કાઢવામાં આવ્યા છે અને જે લોકો સુરંગની અંદર ફસાયેલા છે તેમને બચાવવાનું કામ ચાલુ છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube